sports

Sri Lankaમાં રમાયેલી રેડિયન્ટ પેરા T20 ક્રિકેટ સિરીઝમાં ગુજરાતના દિવ્યાંગ ખેલાડીઓનું અદભૂત પ્રદર્શન

શ્રીલંકામાં તા 1 થી 6 મે 2026 દરમિયાન યોજાયેલી 'રેડિયન્ટ પેરા (દિવ્યાંગ) ક્રિકેટ કેટેગરીમાં ભારતીય ટીમે શાનદાર વિજય મેળવ્યો છે. આ આંતરરાષ્ટ્રીય મંચ પર ગુજરાતના ત્રણ દિવ્યાંગ રત્નોએ પોતાની પ્રતિભાના જોરે દેશનું ગૌરવ વધાર્યું હતું.

ગુજરાતના ત્રણ ખેલાડીઓએ ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કર્યું

ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલી આ T20 ક્રિકેટ સિરીઝમાં ગુજરાતના ત્રણ ખેલાડીઓએ ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ભારતીય ટીમના વાઈસ કેપ્ટન ચિરાગ ગાંધી, રિઝવાન લિબાદા અને મુનાફ પટલવાલા શ્રેષ્ટ પ્રદર્શન કર્યું હતું.

સિરીઝની ત્રીજી અને નિર્ણાયક T20 મેચમાં ભારતીય ટીમના વાઈસ કેપ્ટન ચિરાગ ગાંધીએ અદભૂત ઓલરાઉન્ડ પ્રદર્શન કર્યું હતું. તેમને બેટિંગમાં આક્રમક રીતે 13 બોલમાં 16 રન ફટકાર્યા હતા અને બોલિંગમાં 3.3 ઓવરમાં માત્ર 19 રન આપીને 3 મહત્વની વિકેટો ઝડપી હતી.

ચિરાગ ગાંધીને 'મેન ઓફ ધ મેચ'થી નવાજવામાં આવ્યો

આ શાનદાર પ્રદર્શન બદલ ચિરાગ ગાંધીને 'મેન ઓફ ધ મેચ'થી નવાજવામાં આવ્યા હતા.આ સાથે સમગ્ર T20 ક્રિકેટ સિરીઝ દરમિયાન ચિરાગ ગાંધીએ સાતત્યપૂર્ણ દેખાવ કર્યો હતો. તેમને 3 મેચોમાં કુલ 5 વિકેટ ઝડપીને સિરીઝના 'બેસ્ટ બોલર' નો એવોર્ડ પોતાના નામે કર્યો હતો.

આ પણ વાંચો: BCCIએ શુભમન ગિલને નવા T20 કેપ્ટન તરીકે કર્યો નિયુક્ત, સૂર્યકુમાર યાદવ પાસેથી છીનવાઈ કેપ્ટનશીપ?

Original source: sandesh.com →