sports

Shashank Singhએ કરી મોટી ભૂલ, ક્લાસેનનો છોડ્યો સરળ કેચ, જુઓ VIDEO

IPL 2026ની 49મી મેચમાં શશાંક સિંહ પંજાબ કિંગ્સના પ્લેઈંગ ઈલેવનમાં પરત ફર્યો. પરંતુ શશાંક તેની વાપસી પછી પણ સુધર્યો નહીં અને તેને ફરીથી એ જ ભૂલનું પુનરાવર્તન કર્યું જે છેલ્લી કેટલીક મેચોમાં જોવા મળી હતી.

વાસ્તવમાં સનરાઈઝર્સ હૈદરાબાદના ગઢમાં પંજાબ કિંગ્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. પહેલા બેટિંગ કરવા આવતા સનરાઈઝર્સ હૈદરાબાદની ઈનિંગની શરૂઆત ધમાકેદાર રહી. ટીમે માત્ર 4 ઓવરમાં 50 રનનો સ્કોર પાર કર્યો. પરંતુ તે જ ઓવરમાં ટીમને પહેલો ઝટકો પડ્યો. અભિષેક શર્મા 35 રન બનાવીને આઉટ થયો. આ પછી ઓપનર ટ્રેવિસ હેડ પણ 7મી ઓવરમાં આઉટ થયો.

શશાંકે એક સરળ કેચ છોડ્યો

8 ઓવરના અંત સુધીમાં SRH એ 2 વિકેટ ગુમાવીને 94 રન બનાવ્યા હતા. ત્યારબાદ સ્ટાર સ્પિનર યુઝવેન્દ્ર ચહલ નવમી ઓવર નાખવા આવ્યો, જે ખતરનાક હેનરિક ક્લાસેનને ચોથા બોલે આઉટ કરી રહ્યો હતો, પરંતુ બાઉન્ડ્રી લાઈન પર ઉભેલા શશાંક સિંહે ફરી એકવાર એક સરળ કેચ છોડીને પોતાની ટીમ અને ફેન્સને નિરાશ કર્યા.


શશાંકે માત્ર કેચ જ નહીં પણ 4 રન પણ આપ્યા. એવું લાગતું હતું કે તે થોડો વધારે દોડ્યો હતો, પરંતુ તેની પાસે હજુ પણ તક હતી, પરંતુ તેને પરિસ્થિતિનો ખોટો અંદાજ લગાવ્યો અને બાઉન્ડ્રી લાઈન પર એક સરળ કેચ છોડી દીધો. ત્યારબાદ કેમેરા સામે બોલતા, પંજાબ કિંગ્સના મુખ્ય કોચે શશાંક સિંહ પર કટાક્ષ કર્યો. રિકી પોન્ટિંગે કહ્યું કે "બિચારો શશાંક સિંહ, એવું લાગે છે કે બોલ તેનો પીછો કરી રહ્યો છે જ્યાં પણ તે જાય છે." હેમસ્ટ્રિંગની ઈજામાંથી પાછા ફર્યા બાદ શશાંકે તેની ફિલ્ડિંગ પર સખત મહેનત કરી છે.

શશાંક ટ્રોલર્સના નિશાના પર

તમને જણાવી દઈએ કે શશાંક સિંહ આ સિઝનમાં તેની ખરાબ ફિલ્ડિંગ અને બેટિંગ કરતાં કેચ છોડવાને કારણે વધુ ચર્ચામાં રહ્યો છે. તેને છેલ્લી કેટલીક મેચોમાં ઘણા સરળ કેચ છોડી દીધા છે, જેના કારણે તે ટ્રોલર્સનો શિકાર બન્યો છે. તેને લખનૌ સામે 3 કેચ છોડ્યા હતા, દિલ્હી સામે 1 કેચ છોડ્યો હતો, અને હવે તેને SRHના હોમ ગ્રાઉન્ડ પર એક કેચ છોડીને તેની ટીમ માટે મુશ્કેલીઓ ઉભી કરી છે.

સોશિયલ મીડિયા પર શશાંકની હવે ખૂબ મજાક ઉડાવવામાં આવી રહી છે. શશાંક સિંહને પંજાબ કિંગ્સની છેલ્લી 2 મેચમાંથી બહાર બેસવું પડ્યું હતું, અને હવે પાછા ફર્યા પછી તેને ફરીથી એ જ ભૂલ કરી છે, જેના કારણે તે આ સિઝનમાં સવાલો હેઠળ છે.

આ પણ વાંચો: BCCIએ શુભમન ગિલને નવા T20 કેપ્ટન તરીકે કર્યો નિયુક્ત, સૂર્યકુમાર યાદવ પાસેથી છીનવાઈ કેપ્ટનશીપ?

Original source: sandesh.com →