sports

Yuzvendra Chahalનો ઈ-સિગારેટ પીતો વીડિયો વાયરલ, ફ્લાઈટમાં વેપિંગ પર થયો વિવાદ

તાજેતરમાં રાજસ્થાન રોયલ્સના કેપ્ટન રિયાન પરાગ IPL 2026ની મેચ દરમિયાન ઈ-સિગારેટ (વેપિંગ) પીતા જોવા મળ્યો હતો, જેના કારણે ઘણો વિવાદ થયો હતો અને તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી.

આ દરમિયાન સ્ટાર સ્પિનર યુઝવેન્દ્ર ચહલનો ફ્લાઈટમાં ઈ-સિગારેટ પીતો એક વીડિયો સામે આવ્યો છે, જેના કારણે એક નવો વિવાદ ઉભો થયો છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે યુઝવેન્દ્ર ચહલ ફ્લાઈટની અંદર ઈ-સિગારેટનો ઉપયોગ કરતો જોવા મળી રહ્યો છે.

ઈ-સિગારેટ પીતો જોવા મળ્યો યુઝવેન્દ્ર ચહલ

હકીકતમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, આ વીડિયો પંજાબ કિંગ્સ ટીમના ટ્રાવેલ ટૂરનો હોવાનું કહેવાય છે. વીડિયોમાં યુઝવેન્દ્ર ચહલ અજાણતામાં બેકગ્રાઉન્ડમાં રેકોર્ડ થયેલ છે, જ્યાં તે કથિત રીતે ઈ-સિગારેટનો ઉપયોગ કરતો જોવા મળે છે.


આ મામલો સામે આવતાની સાથે જ પંજાબ ફ્રેન્ચાઈઝીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સમાંથી વીડિયો દૂર કરી દીધો હોવાના રિપોર્ટ છે. પરંતુ ત્યાં સુધીમાં ક્લિપ અસંખ્ય યુઝર્સે દ્વારા ડાઉનલોડ અને શેર કરવામાં આવી હતી. ત્યારથી ચહલને સોશિયલ મીડિયા પર ટ્રોલર્સનો સામનો કરવો પડી રહ્યો છે.

યુઝવેન્દ્ર ચહલ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે

તમને જણાવી દઈએ કે ફ્લાઈટમાં ઈ-સિગારેટ અથવા અન્ય કોઈપણ પ્રકારનું ધૂમ્રપાન કરવું સખત પ્રતિબંધિત છે. ફ્લાઈટમાં વેપ અથવા ઈલેક્ટ્રોનિક સિગારેટનો ઉપયોગ સલામતી જોખમો, ખાસ કરીને આગનું જોખમ વધારી શકે છે. આ મુદ્દાને ગંભીર માનવામાં આવી રહ્યો છે, જે ઉડ્ડયન નિયમોના ઉલ્લંઘન અંગે સવાલો ઉભા કરે છે. જો સત્તાવાર ફરિયાદ દાખલ કરવામાં આવે છે, તો DGCA પગલાં લઈ શકે છે અથવા પ્રતિબંધ પણ લગાવી શકે છે.

રિયાન પરાગને થઈ છે સજા

આ પહેલા રાજસ્થાન રોયલ્સના કેપ્ટન રિયાન પરાગ એક મેચ દરમિયાન ડ્રેસિંગ રૂમમાં ઈ-સિગારેટ પીતા કેમેરામાં ઝડપાઈ ગયો હતો અને તેનો વીડિયો વાયરલ થયો હતો. BCCI એ આ કેસમાં કાર્યવાહી કરી હતી, તેમને મેચ ફીના 25 ટકા દંડ ફટકાર્યો હતો અને એક ડિમેરિટ પોઈન્ટ ઉમેર્યો હતો. આ ઘટનાઓએ ખેલાડીઓની શિસ્ત અને જાહેર ઈમેજ પર સવાલો ઉભા કર્યા છે. યુઝવેન્દ્ર ચહલના કેસ પર પંજાબ કિંગ્સ અને BCCI શું વલણ અપનાવે છે તે જોવું રસપ્રદ રહેશે.

આ પણ વાંચો: BCCIએ શુભમન ગિલને નવા T20 કેપ્ટન તરીકે કર્યો નિયુક્ત, સૂર્યકુમાર યાદવ પાસેથી છીનવાઈ કેપ્ટનશીપ?

Original source: sandesh.com →