sports

Neeraj Chopra ડાયમંડ લીગમાં મળશે જોવા, અરશદ નદીમ અને રૂમેશ પથિરાગેનો કરશે સામનો

ભારતના દિગ્ગજ ભાલા ફેંકનાર અને ઓલિમ્પિક ગોલ્ડ ચંદ્રક વિજેતા નીરજ ચોપરા 21 ઓગસ્ટના રોજ યોજાનારી લૌઝેન ડાયમંડ લીગ સ્પર્ધામાં ભાગ લેશે. આયોજકોએ 3 ઓગસ્ટના રોજ આ વાતની પુષ્ટિ કરી.

નીરજ એથલેટિસિમા તરીકે ઓળખાતી સ્પર્ધામાં ચોથી વખત ભાગ લેશે. તાજેતરમાં કોમનવેલ્થ ગેમ્સમાં 85.83 મીટરના થ્રો સાથે સિલ્વર મેડલ જીત્યા બાદ નીરજ આ ટુર્નામેન્ટ દ્વારા પોતાના ભૂતપૂર્વ ફોર્મમાં પરત ફરવાનો પ્રયાસ કરશે.

નીરજ ચોપરાનો સામનો શ્રીલંકાના રૂમેશ પથિરાગે સામે થશે

28 વર્ષના નીરજ ચોપરાએ 2022માં 89.08 મીટરના બેસ્ટ થ્રો સાથે આ ઈવેન્ટ જીતી હતી અને પછીના વર્ષે 87.66 મીટરના ભાલા ફેંકીને પોતાની જીતનો સિલસિલો ચાલુ રાખ્યો હતો. ત્યારબાદ 89.49 મીટરના શાનદાર પ્રદર્શન છતાં તે 2024 લુઝેન ડાયમંડ લીગ ઈવેન્ટમાં બીજા સ્થાને રહ્યો.

2026ની ઈવેન્ટ ખૂબ જ રોમાંચક હોવાની અપેક્ષા છે, કારણ કે તાજેતરમાં કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર શ્રીલંકાના રૂમેશ પથિરાગે પણ ભાગ લઈ રહ્યો છે. તેને 89.75 મીટરના બેસ્ટ થ્રો સાથે CWG 2026માં પ્રથમ સ્થાન મેળવ્યું અને ગોલ્ડ મેડલ જીત્યો.

ઘણા અનુભવી ખેલાડીઓ લૌઝેન ડાયમંડ લીગમાં ભાગ લેશે

પાકિસ્તાનનો ઓલિમ્પિક ચેમ્પિયન અરશદ નદીમ પણ આ સ્પર્ધામાં ભાગ લેશે, જે ફેન્સ માટે બીજી એક રોમાંચક સ્પર્ધા બનશે. તેના સિવાય બે વખતના વિશ્વ ચેમ્પિયન એન્ડરસન પીટર્સ, જર્મનીના થોમસ રોહલર અને ત્રિનિદાદ અને ટોબેગોના કેશોર્ન વોલકોટ પણ ભાલા ફેંકમાં પોતાની શક્તિનું પ્રદર્શન કરતા જોવા મળશે.

દોહા ડાયમંડ લીગમાં નીરજ ચોપરા ચોથા નંબરે રહ્યો

લૌઝેન ડાયમંડ લીગ નીરજ ચોપરાની વર્ષની ત્રીજી મોટી સ્પર્ધા હશે. તે અગાઉ જૂનમાં દોહા ડાયમંડ લીગમાં ચોથા નંબરે રહ્યો હતો અને પછી કોમનવેલ્થ ગેમ્સમાં ભારત માટે સિલ્વર મેડલ જીત્યો હતો. ગંભીર ઈજા અને ટોક્યોમાં વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ પછી બ્રેકને કારણે લાંબી ગેરહાજરી બાદ નીરજ આ વર્ષે મેદાનમાં પરત ફર્યો છે. આખી સીઝનમાં તેનું બેસ્ટ પ્રદર્શન ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સમાં રહ્યું.

લૌઝેન ડાયમંડ લીગ 2026 જેવેલિન થ્રો એન્ટ્રી લિસ્ટ

એન્ડરસન પીટર્સ (ગ્રેનાડા)

અરશદ નદીમ (પાકિસ્તાન)

કર્ટિસ થોમ્પસન (યુએસએ)

જાકુબ વાડલેચ (ચેકિયા)

જુલિયન વેબર (જર્મની)

કેશોર્ન વોલકોટ (ત્રિનિદાદ અને ટોબેગો)

નીરજ ચોપરા (ભારત)

રુમેશ પાથિરાગે (શ્રીલંકા)

સાઈમન વીલેન્ડ (સ્વિટ્ઝર્લૅન્ડ)

થોમસ રોહલર (જર્મની)

આ પણ વાંચો: 25 સિક્સ, 15 ચોગ્ગા અને 233 રન... અભિષેક શર્માએ મચાવી ધૂમ, બોલર્સ થયા હેરાન

Original source: sandesh.com →